રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ નો જથ્થો પકડી પાડતી P.C.B શાખા.
રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા તથા વાલજીભાઇ જાડા તથા મયુરભાઇ પાલરીયા તથા નગીનભાઇ ડાંગર તથા હિરેનભાઇ સોલંકી નાઓને મળેલ અલગ-અલગ હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ ૨ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ નો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) પિયુષ વિનુભાઇ ડોબરીયા ઉ.૨૮ રહે.મોરબી રોડ સેટેલાઇટ ચોક રામ પાર્ક શેરીનં.ર દેશી દારૂ લીટર-૧૦૦ કિ.૨૦,૦૦૦ નો મુદ્દામાલ (2) વિધાનિકેતન મેઇન રોડ ગુરુજી નગર યોજનાના કમ્પાઉન્ડમાં ઓરડીમાં રાજકોટ, (3) સહદેવ ભેરૂભાઇ મકવાણા ઉ.૩૪ રહે.ગુલાબનગર શેરીનં.૧૪ રોલેક્ષ રીંગ ફેકટરી પાસે સાંઇબાબા સર્કલ રાજકોટ, દેશી દારૂ લીટર-૧૫૦ કિ.૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.