પી આઈ આર વાય રાવલ ની અધ્યક્ષતા માં દામનગર પોલીસ દ્રારા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” લોક સંવાદ
દામનગર પોલીસ દ્રારા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અંતર્ગત લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી પોલીસ ભવન, ગાંધીનગર, ગુજરાત રાજ્ય ની સુચના મુજબ ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અમરેલી ની સુચના મુજબ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોની સુખાકારીમાં વધારો કરવા તથા લોકો ના પ્રશ્નો નુ સ્થળ ઉપર ત્વરીત નીરાકારણ થાય તે હેતુ થી નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.વાય.રાવલ ની અધ્યક્ષતા માં દામનગર પો.સ્ટે.ના ભટ્ટવદર ગામે ગામના રાજકીય તેમજ સામાજીક આગેવાનો તેમજ ગામના નાગરીકો સાથે “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અંતર્ગત લોકસંવાદ યોજવામાં આવેલ જેમાં ભટ્ટવદર ગામની ગ્રામ પંચાયત ના સરપંચ અશ્વિનભાઈ એ અંગત રસ દાખવી ગામમાં મેઈન પોઇન્ટ ઉપર અલગ અલગ જગ્યા એ પંચાયત ની ગ્રાન્ટ માંથી કેમેરા મુકાવેલ હોય જેથી દામનગર પોલિસ સ્ટેશન ના પો.ઇન્સ. આર.વાય.રાવલ દ્વારા સરપંચ શ્રીનું સન્માન કરવામાં આવેલ અને ગામના ગ્રામજનોને સાયબર ક્રાઇમ ના થતા ફ્રોડ કેવી રીતે અટકાવી શકાય તે બાબતે સમજણ કરેલ તેના માટે શુ કરવુ તે બાબતે માહિતી પાઠવેલ અને અને ટ્રાફીક અંગે જાગૃતી આવે તે બાબતે સમજ કરવામાં આવી તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ જાગૃતી અંગેની સમજ કરવામાં આવી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-દામનગર શાખાના મેનેજર જીગર હીંગુ ની હાજરીમાં લોન મેળો યોજવામાં આવેલ અને ભટ્ટવદર ગામના સરપંચ દ્વારા કેમેરા બાબતે કરેલ કાર્યવાહી વિસ્તારના અન્ય ગામોમાં પણ સરપંચ દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરેલ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા