સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હવે ઠંડીની શરૂઆત થઈ.. ધીમે ધીમે ઠંડીનો પ્રભાવ વધવાથી લોકો ગરમ કપડાં અને તાપણાંની મદદથી લોકો ઠંડી દૂર કરવા પ્રયત્ન કરતાં જોવા મળ્યાં. આમ તો છેલ્લાં થોડાં સમયથી માવઠાં બાદ સૂર્ય પ્રકાશ પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતાં વાતાવરણ બિલકુલ નોર્મલ હતું પરંતુ ગઈકાલથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આમ પણ આ ડિસેમ્બર અડધો પસાર થયો. લગ્નસરાની મોસમ પણ હવે એક માસ પૂરતો વિરામ હવે ઠંડીની શરૂઆત થતાં તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો છે.. વાતાવરણ જોતાં આ વર્ષે શિયાળામાં ભારે ઠંડી પડવાનો વરતારો જોવા મળે છે..લોકો પણ હવે ગરમાગરમ મસાલાથી ભરપૂર બ્લેક ટી એક શિયાળું સિઝનનાં પીણાં તરીકે પી રહ્યાં છે. તો વળી કોઈ બદામ અંજીરવાળા ખજૂરનાં દૂધનો આસ્વાદ માણતાં પણ જોવા મળે છે..

