ગ્રીન આર્મી ને વૃક્ષારોપણ પ્રવૃત્તિ માટે તીર્થક્ષેત્ર ના પૂજ્ય સંતો દ્વારા પ્રકૃતિ રક્ષા નિધિ થી પ્રોત્સાહન કરાય —————————— જૂનાગઢ ગરવા ગઢ ગિરનાર ની ગોદ માં પ્રકૃતિ રક્ષા કરતી ગ્રીન આર્મી પધારી ત્રિલોક આશ્રમ પૂજ્ય સિદ્ધ સંત શેરનાથબાપુ એવમ ભારતી આશ્રમ સહિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે પધારેલ સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ટિમ ની પર્યાવરણ પ્રવૃત્તિ ને પૂજ્ય સંતો નું પ્રોત્સાહન નિસ્વાર્થ વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર ની દરકાર લેતી પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષા માટે કામ કરતી સંસ્થાન ગ્રીન આર્મી ટિમ તાજેતર માં સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે પધારતા જગ્યા ના જંગમી તીર્થંકર પૂજ્ય વિજયબાપુ દ્વારા ગ્રીન આર્મી ટિમ ની પર્યાવરણ અને પ્રકૃતિ રક્ષા ના વંદનીય કાર્ય ને ઈશ્વર ની સેવા તુલ્ય ગણાવી ગ્રીન આર્મી ટિમ ને પ્રોત્સાહન નિધિ અર્પણ કરી અંતર થી આશિષ પાઠવ્યા હતા છોડ માંજ રણછોડ ના દર્શન કરાવતી ગ્રીન આર્મી ટિમ ની સેવા સમર્પણ ત્યાગ તિતિક્ષા ની સરાહના સાથે તમામ સેનિકો ને પ્રકૃતિ રક્ષક ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો જૂનાગઢ તળેટી માં ત્રિલોક આશ્રમ ના સિદ્ધ સંત પૂજ્ય શેરનાથબાપુ ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું ભારતી આશ્રમ ખાતે પૂજ્ય સંતો દ્વારા ગ્રીન આર્મી નો સત્કાર કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા