Gujarat

મેંદરડા : શહેરમાં ઈમાનદારી મહેકાવતો કીસ્સો જોવા મળ્યો ખોવાયેલા ૫૦ હજાર મુળ માલીક ને પરત કરી માનવતા નુ ઉદાહરણ દર્શાવ્યું

મેંદરડા : શહેરમાં ઈમાનદારી મહેકાવતો કીસ્સો જોવા મળ્યો ખોવાયેલા ૫૦ હજાર મુળ માલીક ને પરત કરી માનવતા નુ ઉદાહરણ દર્શાવ્યું

આઇસ્ક્રીમ ની રેકડી માં નોકરી કરતા લખુ ભરવાડે પ્રમાણિકતા બતાવી સૌનુ ધ્યાન આકર્ષિત કર્યું

આ બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ ત્રણ દિવસ પહેલા લખુભાઇ ભરવાડ જે મૂળ રાજસ્થાન ના બ્રાહ્મણ રાજુભાઇ શર્મા અને વિનોદભાઈ શર્મા સાથે ઈમાનદારી પૂર્વક ઘણા વર્ષોથી આઇસ્ક્રીમ ની રેકડી ચલાવી નોકરી કરી રહ્યા છે ત્યારે લખુ ભાઈ પોતાના નોકરી ના રોજિંદા કામ દરમ્યાન આઇસ્ક્રીમ ની રેકડી લઈ સરદાર પટેલ ચોક સામે રોજ ને માટે તે રેકડી રાખી વેપાર કરતા હોય છે

ત્યારે ત્રણ દિવસ પહેલા આઇસ્ક્રીમ ની રેકડી લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પેકેટ મળ્યું હતું જે ખોલીને જોતા જેમાંથી પચ્ચાસ હજાર રૂપિયા ની નોટો નું બંડલ મળ્યું હતું આટલી મોટી રકમ જોઈને કોઈપણ વ્યક્તિનું મન લલચાઈ જાય છે પણ લખુભાઇને થયુ આટલી મોટી રકમ કોની હશે…? વગેરે અનેક સવાલો તેમના મનમાં ઉદ્ભવ્યા હતા

પણ લખુભાઈ ભરવાડ પોતે ખુદ મજૂરી કામ કરતા હોય તેમને વિચાર આવ્યો આ રકમ કોની હસે જે વ્યક્તિના રૂપિયા પડી ગયા હશે તેઓની સ્થિતિ કેવી થતી હશે બાદ મિત્રોને બોલાવી ચર્ચા વિચારણા ના અંતે મુળ માલિકને સોશિયલ મીડિયા ના વિવિધ માધ્યમો દ્વારા શોધવાનું શરૂ કરવામાં આવ્યું અને તેમના રૂપિયા પરત કરી આપવા નો નિર્ણય કરવામાં આવ્યો

થોડા દિવસ પછી સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મુળ માલિક સુધી પહોંચવાની સફળતા મળી ત્યારે જાણવા મળ્યું કે મેંદરડા તાલુકાના અરણીયાળા ગામના મનસુખ ભાઈ ના આ રૂપિયા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈ સુધી આ પોસ્ટ પહોંચતા તેમને આ રકમ પોતાની હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક લખુભાઇ ભરવાડ નો સંપર્ક કરી પચ્ચાસ હજાર રૂપિયા ની રકમ મનસુખભાઇ ને પરત કરવામાં આવેલ હતી અને લખુભાઇ ભરવાડ નો આભાર માન્યો હતો. આઇસ્ક્રીમની દુકાનમાં કામ કરતા યુવાનની આ ઈમાનદારી ને અનેક લોકોએ બિરદાવી હતી અને મુળ માલિક ને સોધી રકમ મનસુખભાઇ ને તેમની જનતા આઇસ્ક્રીમ ની શોપ પર બોલાવી પચ્ચાસ હજાર ની રકમ આપવામાં આવેલ હતી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આ ઘટના થી સૌ લોકો ની મહેનત રંગ લાવી હતી

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20251001-WA0125.jpg