મેંદરડા : સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા વિજયા દશમી પર્વ એ સમુહ ભોજન યોજાયુ
પટેલ સમાજ દ્વારા છેલ્લા ૧૮ વર્ષ થી દશેરા ના પાવન પર્વેએ આયોજન કરવામાં આવી રહ્યું છે
મેંદરડા ના લેઉવા પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત સમસ્ત પાટીદાર સમાજ નુ સમુહ દશેરા ભોજન સમારંભ આયોજન કરવામાં આવેલ હતુ જેમા લેઉવા અને કડવા પાટીદાર મેંદરડા શહેર માં વસવાટ કરતા અને બહાર ગામ થી મેંદરડા દુકાન ધરાવતા તમામ પાટીદાર સમાજ ના ૩૦૦૦ હજાર જેટલા ભાઈઓ, બહેનો અને બાળકો એ એક પંગતે બેસી ને શુધ્ધ ઘી મા બનાવેલ મોહન થાળ, સાટા,જલેબી, પુરી, ભજીયા, શાક,દાળ ભાત, સંભારો, પાપડ અને છાસ સાથે સમુહ ભોજન લીધું હતુ આ સમુહ દશેરા નુ આયોજન છેલ્લા ૧૮ વર્ષ થી લેઉવા પટેલ સમાજ મેંદરડા દ્વારા કરવા માં આવી રહ્યું છે આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા માટે સમાજ ના ભાઈ ઓ, બહેનો અને વડીલો એ ભારે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા