મેંદરડા : ગ્રેઈન & કીરાણા એસોસિએશન વેપારીઓ ની સરાહનીય કામગીરી
સતત વરસાદ થવાના કારણે ખેત મજૂરી કામ નહી મળતા લોકો ભુખ્યા ન સુવે માટે ભરપેટ ભોજન
મેંદરડા નગર સહિત આજુબાજુ ના વિસ્તારોમાં સતત પાંચ દિવસ થી અવિરત વરસાદ થતાં બહાર ગામથી મજુરી કામ અર્થ આવેલા પરિવારના આશરે ૨૫૦ કરતા વધુ લોકોને મજૂરી કામ નહીં મળતા ભૂખ્યા હેરાન પરેશાન થયા હતા ત્યારે મેંદરડા શહેર ના ગ્રીન એન્ડ કિરાણા એસોસિએશન દ્વારા એક સરાહનિય કામગીરી કરવામાં આવી હતી
જેમાં એસોસિએશન વેપારી કમલેશ ભાઈ વિઠલાણી, મનોજ ભાઈ હપ્પાણી, મિતેશભાઇ માવાણી, સંજયભાઈ સિદપરા, ભરતભાઈ નેનુજી, વિજયભાઈ દુધાત્રા,પત્રકાર કમલેશ ભાઈ મહેતા,શ્રવણ ભાઈ ખેવલાણી વિપુલભાઈ પોબારી વગેરે દ્વારા સુંદર આયોજન કરી ગરમા ગરમ સાત્વિક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી
આ ભોજન વ્યવસ્થા બસસ્ટેન્ડ અને જુદા જુદા વિસ્તારોમાં રહેતા હોય જેને પોતાના સ્થળ સુધી પહોંચી ભોજન વ્યવસ્થા કરાઇ હતી તેમજ દશેરાના દિવસે જુનાગઢ એસ ટી વિભાગ માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કાળુભાઈ બોરખતરીયા દ્વારા તમામ મજૂર પરિવારના લોકો ને દશેરાના પાવન પર્વ નિમિત્તે મીઠાઈ માં સાટા અને જલેબી ભોજન સાથે આપવામાં આવેલ હતુ
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા