૦૪/૧૦/૨૦૨૫
રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત શેરી ગરબામાં અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચના *કીપ ફિટ ગ્રુપ” નો આવ્યો પ્રથમ ક્રમાંક
ભરૂચ- શનિવાર – ભરૂચના રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. અર્વાચીન ગરબામાં ભરૂચમાંથી ૧૬ ગરબા ટીમોએ ભાગ લીધો હતો. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચનું કીપ ફિટ ગ્રુપને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. સ્પર્ધાના પ્રથમ ક્રમાંકે આવેલ કીપ ફિટ ગ્રુપ દ્વારા “આભલે થી ઉતરી માં” ગરબાના ગીતો પર સુંદર અર્વાચીન ગરબો રજૂ કર્યો હતો.
“આભલે થી ઉતરી માં* ગરબાના શબ્દો સાંભળીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. શબ્દો માંની માતા પ્રત્યેની ભાવના દિલને સ્પર્શી જાય છે. એવું લાગે કે સ્વર્ગમાંથી દેવી માતા ઉતરીને આપણા વચ્ચે રમવા આવી છે. સંગીતમાં એક શાંતિ અને ઉર્જાનો સંગમ છે. ગરબાની લય સાથે હૃદય ધબકતું લાગે છે, મન ભક્તિમાં લીન થઈ જાય છે. ખાસ કરીને “મા”નું સ્મરણ થતાં સુરક્ષા, સ્નેહ અને શક્તિનો અનુભવ થાય છે, જેમ માતા પોતાના સંતાનોને આલિંગન આપે ७.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની અને ધ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી. આ પ્રસંગે RCC ના પ્રમુખ જ્હાનવી દર્શન, શૈલજા સિંગ તેમજ અન્ય મહિલાઓએ એ વિજેતા ટીમ ને શુભેચ્છા પાઠવી હતી. ભરૂચના કીપ ફિટ ગ્રુપની મહિલાઓની ગરબા રમવાની સ્ફૂર્તિ અને કોરિયોગ્રાફી જોઈ હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમ રોટરી ક્લબ દ્રારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતુ….. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…..