Gujarat

રાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે. ઓનલાઈન હાજરી ફરજીયાત.*

*રાજકોટ શહેર આજથી કોઈ હોમ ક્વૉરન્ટીનનો ભંગ નહીં કરી શકે. ઓનલાઈન હાજરી ફરજીયાત.*

*રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ દિવસે અને દિવસે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર વધુમાં વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૩૦ કલાકમાં માત્ર જંગલેશ્વર વિસ્તારની અંદર પોઝિટિવ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે એક દંપતી ક્લસ્ટર કવોરનટાઇન તોડીને શહેરની બહાર નીકળી ગયા હતા. જોકે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક અસરથી પોલીસે દંપતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ પોલીસ દ્વારા તાજેતરમાં જ સેફ રાજકોટ નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહ્યો છે. હાલ એપ્લિકેશન રાજકોટ શહેર પોલીસના અધિકારીઓ તેમજ લોકો હોમ કવોરનટાઇન છે. તેઓ વાપરી રહ્યા છે. ત્યારે છેલ્લા ૩૦ કલાકમાં જંગલેશ્વર વિસ્તારની અંદર કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હોમ કવોરનટાઇન કે ક્લસ્ટર કવોરનટાઇનમાં રહેનાર વ્યક્તિને એપ્લિકેશન આપવામાં આવે છે. એપ્લિકેશનમાં તે વ્યક્તિની વિગત તેના ઘરના સભ્યોની વિગત તેમજ તેના ઘરની માહિતી અક્ષાંશ અને રેખાંશ સહિતની માહિતીઓ તેની અંદર ભરવામાં આવે છે. તો સાથે જ વ્યક્તિ જ્યારે હાજરી પૂરે ત્યારે ફરજિયાત તે પોતાના ઘરમાં હોય તો જ તે હાજરી પૂરી શકે છે. જો તે વ્યક્તિ પોતાનું ઘર છોડી કોઈ અન્યત્ર જગ્યાએ હાજરી પુરવાનો પ્રયત્ન કરશે તો એપ્લિકેશન તેની હાજરી માન્ય નહીં રાખે. તો સાથે જ વ્યક્તિએ હાજરી પુરતી સમયનો પોતાનો ફોટો અપલોડ કરવો ફરજીયાત છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200418-WA0173.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *