Gujarat

સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે……

સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે…….

ભરૂચ શહેરના નર્મદા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો ઘોષના તાલ સાથે, સંપૂર્ણ શિસ્ત સાથે નીકળેલા પથ સંચલન કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ રહ્યું હતું.

ભરૂચ તારીખ ૦૬/૧૦/૨૦૨૫

ભરૂચ ખાતે પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરૂચ શહેરના નર્મદા નગરનો વિજયા દશમી ઉત્સવનું ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વનો મહિમા અને સંઘની સ્થાપના વિજયા દશમી જેને દશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભારતીય સંસ્કૃતિમાં અધર્મ પર ધર્મનો વિજયનું પ્રતીક છે. આ પર્વ સત્ય, ન્યાય અને નૈતિકતાનું મહત્વ સમજાવે છે. અને સાથે શક્તિની આરાધનાનું પાવન પર્વ પણ છે. તથા વિશેષ મહત્વની વાત એ છે કે વિજયાદશમિના દિવસે જ ૧૯૨૫ માં ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર હિન્દુ સમાજનું સંગઠન કરીને રાષ્ટ્રની જે સર્વાંગી ઉન્નતિની જે ભગીરથ સાધના સંઘે શરૂ કરી છે તે વિજયા દશમીના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ થયા. આ ઐતિહાસિક શતાબ્દી વર્ષનિમિતે ભરૂચના નર્મદા નગરના સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

આ પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંઘની પરંપરા મુજબ આ દિવસે પથ સંચલન યોજાયું હતું, જે કાર્યક્રમનુ મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ ભવ્ય પથ સંચલન ઝાડેશ્વર ગ્રામ પંચાયત કચેરીથી શરૂ થયું હતું. જે આલેખ રોડ, અંબાલાલ પાર્ક, માનસનગર રોડ થઈ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું. ઘોષના તાલ સાથે, સંપૂર્ણ શિસ્ત સાથે નીકળેલા આ સંચલનને જોવા માટે તેમજ ભગવા ધ્વજનુ સ્વાગત કરવા માટે દરેક સોસાયટી માથી મોટી સંખ્યામાં સમાજ ના લોકો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમમા ભરૂચ જિલ્લા સંઘ સંચાલકજી ડૉ. કૌશલભાઈ પટેલ, તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનલબેન એ. ત્રિવેદી (મેમ્બર ટ્રસ્ટી મંડળ સેવા યજ્ઞ સમિતિ, ભરૂચ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી રાહુલભાઈ ઠાકર (ભરૂચ વિભાગ કાર્યવાહ) એ તેમના પ્રેરક ઉદબોધનમાં સંઘના શતાબ્દી વર્ષને માત્ર એક ઉજવણી તરીકે નહીં પરંતુ રાષ્ટ્રના ઉજવળ ભવિષ્ય માટેનું સંકલ્પ વર્ષ ગણાવ્યું હતું. રાહુલભાઈએ જણાવ્યું હતું કે સંઘનું કાર્ય માત્ર શારીરિક પ્રશિક્ષણ કે સંચલન પૂરતું સીમિત નથી. પરંતુ સંઘ આગામી સમયમાં રાષ્ટ્રના ઉત્થાન માટે સમાજ પરિવર્તનના પાંચ વિષયો સાથે જેવાકે

(૧) સામાજીક સમરસતા (૨) પર્યાવરણ જળ સંરક્ષણ (૩) કુટુંબ પ્રબોધન (૪) સ્વ આધારિત જીવન રચના (૫) નાગરિક શિષ્ટાચાર, અને સમાજ એકતા સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે સ્વયંસેવકોને વ્યક્તિગત સ્વાર્થ છોડીને રાષ્ટ્રહિત માટે સમર્પિત થવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન શાંતિપૂર્વક અને દેશભક્તિના માહોલમાં થયું હતું. આમ આ ઉત્સવે ભરૂચ જિલ્લામાં સંઘની ગતિવિધિઓને એક નવી ઉર્જા પૂરી પાડી હતી… ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…

IMG-20251006-WA0055-1.jpg IMG-20251006-WA0056-0.jpg