Gujarat

જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ

વન્યપ્રાણીઓના જતન માટે વિશિષ્ટ કામગીરી કરનાર  વનકર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માન
વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઈકો ટુરિઝમ ખાતે જિલ્લા કક્ષાના ‘વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૫’ની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાયક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ લોકોમાં વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ અને વન્યજીવો  જીવ બચાવવાનું છે. માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંતુલન રહેશે તો પર્યાવરણ મજબુત બનશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્માએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. વન્યપ્રાણીઓના જતન માટે વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્વિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડીસીએફ આર.બી. સોલંકી, એસીએફ ફતેસિંહ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મીલાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, સરપંચ અજયભાઈ રાઠવા, અન્ય પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, NGO સહિત મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર