Gujarat

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર”

૧૦/૧૦/૨૦૨૫

“મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર”

WhatsApp

Hareshbhai Purohit Press Bha @ मारुं प्रेमा…

ભરૂચ મામલતદારશ્રી માધવી મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો

સખી વન સ્ટોપ સેન્ટરને નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી

ભરૂચ- શુક્રવાર – વિકટ પરિસ્થિતિ, ઘરેલું હિંસાથી પીડિત અને તણાવભર્યા જીવનમાંથી પસાર થતી અનેક મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર, ભરૂચ એક સુખરૂપ આશ્રયસ્થાન બની રહ્યું છે. જ્યાં દુઃખને સમજતી, સહાનુભૂતિથી સાંભળતી અને જીવનમાં નવી આશા જગાવતી સેવા 24 x 7 મળે છે. વર્ષ ૨૦૧૯થી કાર્યરત આ સેન્ટર ઘરેલુ હિંસા, માનસિક તણાવ, પોક્સો કેસમાં આવતી બાલિકાઓ, રેલ્વે દ્વારા ભૂલી ભટકેલી બહેનો અને અન્ય વિપત્તિમાં ફસાયેલી મહિલાઓ માટે આશાનો દીવો સાબિત થયું છે. અહીં આવનાર દરેક સ્ત્રીને પાંચ દિવસનો આશ્રય, કાઉન્સેલિંગ, તબીબી સહાય, પોલીસ સહાય અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

આ માનવતાભર્યા કાર્યને વધુ સશક્ત બનાવવા માટે નેરોલેક પેઈન્ટ કંપનીએ પોતાના CSR અંતર્ગત ખૂબ જ ઉપયોગી સહાય પૂરી પાડી છે. કંપની દ્વારા 2 કબાટ, 6 CCTV કેમેરા, મોનિટર, સેન્ટરના મકાન રીનોવેશન માટે સહાય, મહિલાઓના બાળકો માટે રમકડાં, એર કુલર, વોટર ડિસ્પેન્સર તથા રસોડાની જરૂરી તમામ વાસણ સામગ્રી (જેમ કે ડબ્બા, થાળીઓ, વાડકાનો સેટ વગેરે) આપવામાં આવ્યુ છે.

આ સહાયની દરેક વસ્તુ પર નેરોલેક કંપનીનો લોગો એક સંવેદનશીલ સંદેશ આપે છે – “સમાજની જવાબદારી પણ રંગોની જેમ જીવનમાં નવો ઉજાસ ભરે.”

આ માનવતાભર્યા પ્રયત્નમાં ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ CSR હેડ શ્રી અલ્કેશભાઈનો વિશેષ સહકાર રહ્યો છે. સખી વન સ્ટોપ સેન્ટરનો સમગ્ર સ્ટાફ તેમના આ સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

હાલ સુધી નોંધાયાલ કુલ કેસો પૈકી ૬૭૫ કેસ ઘરેલું હિંસાથી પીડિત, ૧૯૮ મહિલાઓને તબીબી સહાય, ૧૬૯ મહિલાઓને કાનૂની માર્ગદર્શન, ૭૧ મહિલાઓને પોલીસ સેવા, ૩૩૦ મહિલાઓને સખીવન સ્ટોપ સેન્ટર પર આશ્રય અને ૧૭૭ મહિલાઓનું કુટુંબ સાથે પુનઃસ્થાપન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.

આ સંસ્થા માત્ર એક “સેન્ટર” નથી તે અનેક મહિલાઓ માટે જીવનની નવી શરૂઆતનો આશીર્વાદ છે. જ્યાં આંસુથી શરૂઆત થાય છે, ત્યાંથી સ્મિત સુધી પહોંચાડવાનો પ્રયાસ સખી વન સ્ટોપ સેન્ટર સતત કરી રહ્યું છે. ભૂલી ભટકેલી અથવા હિંસાનો ભોગ બનેલી મહિલાઓ માટે આ સેન્ટર “સુખરૂપ છાંયો” સમાન સાબિત થયું છે.

નેરોલેક જેવી સેવાભાવી કંપનીઓના સહકારથી આ પ્રયત્નને મળેલો આ સહાયનું “વધુ એક પગથિયું” ખરેખર મહિલા સશક્તિકરણની દિશામાં આશાનું નવું રંગભર્યું પાનું બની રહ્યું છે જે બદલ સખી વન સ્ટોપ સેન્ટરનો સમગ્ર

સ્ટાફ નેરોલેક પેઈન્ટ કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

આ તકે, ઈચા.આઈસીડીએસ અધિકારી સુ.શ્રી. કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી તેમજ વન સ્ટોપ સેન્ટર સમગ્ર સ્ટાફ, નેરોલેક પેઈન્ટ કંપનીનો સ્ટાફ હાજર રહ્યો હતો…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….

IMG-20251011-WA0003-2.jpg IMG-20251011-WA0002-1.jpg IMG-20251011-WA0001-0.jpg