Gujarat

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત કર્યો વાર્તાલાપ

૧૧/૧૦/૨૦૨૫

વિકાસ સપ્તાહ – ભરૂચ

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત કર્યો વાર્તાલાપ

કલેક્ટરશ્રીએ ભરૂચ જિલ્લાની અપાર

ક્ષમતાઓ અને વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરી, વિકસિત ભારત@47ના હેતુઓથી પ્રભાવકોને અવગત કરાવ્યા હતા.

ભરૂચ – શનિવાર – ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલાં ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી હતી, જેના ૨૪ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ઉત્સાહ પૂર્વક વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિકાસ સપ્તાહની આ ઉજવણી થકી અનેક લોકો સુધી પહોંચી રહી છે. આ યોજનાઓએ છેવાડાના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ’ના મંત્રને આ ઉજવણી થકી સાકાર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લાના સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે વિકાસ સપ્તાહ અભિયાન અંગે સંવાદ કર્યો હતો. જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર અલગ-અલગ કામગીરી અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તમે પણ સોશિયલ મિડીયાના પ્લેટફોર્મ પરથી વધુમાં વધુ લોકોને આ અંગેનો જાગૃતિ સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી.

આ તકે, ભરૂચ જિલ્લાના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાના દ્રઢ સંકલ્પ સાથે, કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે એક ફળદાયી સંવાદ યોજ્યો હતો.

કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ વિશાળ વિઝન સાથે ભરૂચના વિકાસની પરિકલ્પના, ભાવિ વિકાસ માટેનો એક સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. શિક્ષણ, આરોગ્ય અને ગ્રામીણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણો સહિત સમજાવ્યું કે કેવી રીતે આ યોજનાઓ થકી સામાન્ય લોકોના જીવન ધોરણમાં સકારાત્મક અને ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. સાથે જ સરકારી કામગીરી અને પ્રાઈવેટ સેક્ટર વચ્ચેની કામગીરીનો ભેદ સમજાવી માનવીય અભિગમથી વાત કરી હતી. તેમણે વિકસિત ભારત@47ના હેતુઓથી પ્રભાવકોને અવગત કરાવ્યા હતા.

વધુમાં, છેલ્લા 24 વર્ષમાં ભારતના વિકાસ સાથે ગુજરાતનું ગૌરવશાળી સ્થાન અને તેમાં પણ ભરૂચ જિલ્લાના અમૂલ્ય યોગદાન પર કેન્દ્રિત વાતોની ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લો, જે તેની ઔદ્યોગિક ક્ષમતા અને આર્થિક ગતિવિધિઓ માટે જાણીતો છે, તેણે ગુજરાતને દેશના વિકાસમાં અગ્રેસર રાખવામાં મોટો ફાળો આપ્યો છે. ગુજરાતના આર્થિક વિકાસમાં ભરૂચ મહત્વપૂર્ણ ભાગ વિશે ચર્ચા કરી હતી.

કલેક્ટરશ્રીએ જિલ્લામાં આવી રહેલા નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની જાણકારી આપી, જે ભરૂચની અપાર ક્ષમતાઓને ઉજાગર કરે છે અને આવનારા સમયમાં જિલ્લાના વિકાસને વધુ વેગ આપશે.

આ રજૂઆતનો ઉદ્દેશ સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લાના વિકાસની સકારાત્મક વાર્તાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવાનો અને આવનારા સમયમાં લેવાના પગલાં અંગેની પારદર્શિતા પ્રસ્થાપિત કરવાનો હતો. આ પહેલ ભરૂચ જિલ્લાને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરે છે.

આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તેમજ વિવિધ ફીલ્ડના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિતિ રહ્યા હતા…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…..

IMG-20251012-WA0005-0.jpg IMG-20251012-WA0004-1.jpg