૧૧/૧૦/૨૦૨૫.. આંતરરાષ્ટ્રીય બાળિકા દિવસની વિશેષ ઉજવણી: PHC મોરિયાણા ખાતે લિંગ સમાનતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભરૂચ – શનિવાર – જિલ્લા આરોગ્ય શાખા, ભરૂચદ્રારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોરિયાણા ખાતે આંતરરાષ્ટ્રીય બાળિકા દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળિકાઓમાં સશક્તિકરણ, સ્વચ્છતા અને સમાનતાના મૂલ્યોનું સિંચન કરવાના હેતુથી કાર્યક્રમ નું આયોજન
કરવામાં આવ્યું હતું
.કાર્યક્રમ દરમિયાન, આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને લિંગ સમાનતા (Gender Equality) અને સમાજમાં થતા ભેદભાવ (Discrimination) જેવા સંવેદનશીલ વિષયો પર સચોટ માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી. બાળિકાઓને તેમના અધિકારો, સમાન તકોનું મહત્ત્વ અને કોઈપણ પ્રકારના ભેદભાવ સામે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
શૈક્ષણિક જાગૃતિની સાથે સાથે, વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાથ સ્વચ્છતા (Hand Hygiene) અંગેની પ્રવૃત્તિ પણ યોજવામાં આવી હતી. યોગ્ય રીતે હાથ ધોવાના મહત્ત્વ અને પદ્ધતિનું નિદર્શન કરી, તેમને સ્વચ્છતાને દિનચર્ચાનો ભાગ બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી. PHC મોરિયાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમ, બાળિકાઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશને પ્રોત્સાહન આપે…. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ….