*રાજકોટ શહેર પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર તત્વોને પાઠ ભણાવાયો.*
*રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના પોપટપરા વિસ્તારમાં આવેલ મિયાણા વાસમાં ગઈકાલે લોકડાઉન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બંદોબસ્તમાં રહેલ પોલીસ સાથે બોલાચાલી કરવાને પગલે ગરમાયેલ મામલા બાદ પોલીસે આજે ઘટનાસ્થળે લઈ જઈને આરોપીને પાઠ ભણાવ્યા હતા. મળી રહેલા અહેવાલો મુજબ, પ્રદ્યુમનનગર પોલીસે ગઈકાલે પોલીસના કાર્યમાં વિક્ષેપ નાખનાર આરોપીઓને ઝડપી લીધા બાદ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. અને આરોપીઓને પાઠ ભણાવ્યો હતો.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*