રાજકોટ મહીલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૧૯/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં તેમજ જીલ્લા બહાર થતી ચોરીઓ જેમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય. ઉપરોકત સુચનાના અન્વયે P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ ડી.સી.બી પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવેલ હોય જે ટીમોને જરૂરી સુચના આપેલ હોય અને દિવાળીના તહેવાર ચાલુ હોય જેથી સતત શહેરમાં પેટ્રોલીંગ કરી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના આપેલ હોય તેમજ સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર ની ટીમના પોલીસ સ્ટાફના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ તથા પ્રશાંતભાઈ ચુડાસમાં, મયુરધ્વજસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી મુદામાલ મળી આવેલ હોય જે મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી મુદામાલ બાબતે ખરાઇ કરતા તેમજ તેઓની પુછપરછમાં ગુનો કરેલાની કબુલાત આપેલ હોય જેથી તે અંગે ખરાઇ કરતા નીચે જણાવેલ પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ કરી બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (૧) કુલદિપ કિરીટભાઇ પરમાર ઉ.૨૨ રહે.લોહાનગર ગોંડલ રોડ પુલની નીચે રાજકોટ (૨) સુનિલ ઉર્ફે આર્યા ભાવેશભાઇ શીયાળ ઉ.૨૧ રહે.શાપર-વેરાવળ શીતળા માતાજી મંદિરની સામે રાજકોટ મુળ રહે.લોહાનગર સ્વામી ગુરુકુળ સામે રાજકોટ. એક સોનાનો ચેઇન ટુટેલ વજન ૧૦.૬૧૦ ગ્રામ જે ૯૧૬ સ્ટેમ્પ કિ.૧,૧૪,૦૦૦ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજી.નં.GJ-03-KR-4368 કુલ કિં.૧,૪૮,૦૦૦ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૪ મુજબ ગુન્હો દાખલ કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.