Gujarat

સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી — ગાયોને ઘાસચારો નાખી માનવતાનો સંદેશ

સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી — ગાયોને ઘાસચારો નાખી માનવતાનો સંદેશ

જલધાબેન રામેશ્વરનો જન્મદિવસ સદભાવના સાથે ઉજવાયો — કુળદેવી મોમાઈ માતાના આશીર્વાદ ગીતા

પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામની જલધાબેન રામેશ્વરનો જન્મદિવસ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો, પરંતુ તેમાં વિશેષતા એ હતી કે આ દિવસે ગાયોને ઘાસચારો નાખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જલધાબેન રામેશ્વર સાથે હિરલબેન રામેશ્વર, દીપિકાબેન અનિલકુમાર અને અનિલભાઈ જેન્તીભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને કુળદેવી મોમાઈ માતાના આશીર્વાદ મેળવી પરોપકાર અને માનવતાનો સંદેશ આપ્યો હતો.

ગામજનો દ્વારા આ અનોખી ઉજવણીની પ્રશંસા કરવામાં આવી હતી અને જલધાબેનના આ માનવતાભર્યા ઉપક્રમે સૌને પ્રેરણા આપી હતી કે જન્મદિવસ જેવી ખુશીની પળો સમાજ હિત માટે સમર્પિત કરવી એ સાચી સેવા છે.

IMG-20251022-WA0058-2.jpg IMG-20251022-WA0060-3.jpg IMG-20251022-WA0059-1.jpg IMG-20251022-WA0057-0.jpg