Gujarat

મહેસાણા રેલવે સ્ટેશન પર તહેવારોને લઈ સુરક્ષા તંત્ર સઘન ચેકિંગ સાથે વધુ સતર્ક બન્યું

દિવાળીના પર્વને લઈ ટ્રાન્સપોર્ટેશનની સેવા ઉપર નાગરિકોનો ઘસારો વધુ રહેતો હોય છે ત્યારે રાષ્ટ્રમાં પરિવહનના મુખ્ય બિંદુ સમાન રેલવેની સેવામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી GRP અને RPF સહિતની સુરક્ષા ટીમો ઓપરેશન સતર્ક અંતર્ગત વધુ સતર્ક બની હતી.

મહેસાણા રેલ્વે સ્ટેશન પર ઓપરેશન સતર્ક અંતર્ગત ગુજરાત રેલવે પોલીસ અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા મહેસાણા સહિતની ટીમની મદદથી રેલવે સ્ટેશન અને ત્યાંથી પસાર થતી ટ્રેનોની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અનિચ્છનીય બનાવ ન બને એટલે સતત ચેકિંગની કાર્યવાહી ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ચીજવસ્તુઓ અને વ્યક્તિઓની તપાસ પૂછપરછ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચેકિંગ દરમિયાન કોઈપણ વાંધાજનક બાબત સામે આવી ન હતી.

પરંતુ સરકારી મિલકતો અને નાગરિકોની સુરક્ષા અને સેવા અવિરત બની રહે તે હેતુ સુરક્ષા તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખતા સતત ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી.