Gujarat

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ પાસે ડ્રાઈવરે ટેન્કર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા ગામ નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ટેન્કરના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.