Gujarat

લીંબડી GRD જવાને પાંચ હજાર રોકડ ભરેલું પાકીટ અને દસ્તાવેજો મૂળ માલિકને પરત કર્યું

લીંબડીમાં ફરજ બજાવતા એક GRD જવાને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને રસ્તા પરથી મળેલું પાકીટ, જેમાં આશરે 5,000 રૂપિયા રોકડા અને અગત્યના દસ્તાવેજો હતા, તે મૂળ માલિકને પરત કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના લીંબડીના લેક-વ્યુ બિલ્ડીંગ રોડ પર બની હતી. GRD જવાન માધર મેહુલભાઈને (જે.એમ. સોલંકી) આ પાકીટ મળ્યું હતું.

મેહુલભાઈએ પાકીટમાં રહેલા દસ્તાવેજોના આધારે તેના માલિકનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પાકીટ તેમને સુપરત કર્યું હતું. તેમની આ નિષ્ઠાવાન કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.