Gujarat

રાપરમાં નવા વર્ષે મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ

વિક્રમ સંવત કેલેન્ડરના નવા વર્ષ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરોમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર શહેરમાં પણ અનેક દેવમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી હતી.રાપર શહેરમાં દરિયાસ્થાન મંદિર અને ઓધડવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રસિકભાઈ આદુવાણી, નિલેશ કારીયા, ભાવેશ મીરાણી, ભાવિન કોટક અને હરજીભાઈ પોલાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, શહેરના સ્વામિનારાયણ મંદિરે પણ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન થયું હતું. આ મહોત્સવ બાદ અન્નકૂટ પ્રસાદીનું નગરજનોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.