Gujarat

બે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, વાહનવ્યવહાર ખોરવાયો

ધોલેરા તાલુકાના આંબલી નજીક આજે બપોરે 12:30 કલાકે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક કાર સાથે અથડાતા બાઈક પર સવાર બંને લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ધોલેરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતને પગલે આસપાસના લોકો બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.