ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર ઇકો કારના ચાલકને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ગણવા ગામના વતની પ્રકાશભાઈ ભરતભાઈ ધ્રાંગી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રકાશભાઈ ધ્રાંગી રાધીવાડ તરફથી ખેડબ્રહ્મા આવી રહ્યા હતા. તે દરમિયાન ગ્રેવીટી હાઈસ્કૂલથી આગળ એક નાળિયા પાસે તેમની ઇકો કાર પરથી અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા કાર નાળામાં પટકાય હતી. અકસ્માત બાદ સ્થાનિકોની મદદથી પ્રકાશભાઈને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
જનરલ હોસ્પિટલના ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ ઇજાઓને કારણે તેમને તાત્કાલિક વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.