*દેવગઢબારિયા દાહોદ*
દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની
દાહોદ જિલ્લામાં અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાની રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ 2 જુડવા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108 ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળકો સ્વસ્થ છે.
તા.22 મીની સાંજે 20:19 વાગ્યે દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારમાં રૂપારેલ ગામની સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતા સેવનીયા લોકેશનની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો. ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી.
31 વર્ષીય આ મહિલાની ચોથી અને જોખમી પ્રસૂતિ હતી. અસહ્ય પ્રસૂતિ દુ:ખાવો થઈ રહ્યો હતો. તેથી 108 સ્ટાફે સ્થિતિ પારખી લીધી જેમાં હોસ્પિટલ પહોંચી શકાય તેમ ન હતું. વધારે જોખમી જેમાં ઓછું વજન અને લોહીના ટકા ઓછા હોવાથી માતાને ગોધરા સિવિલ માં ડાયરેક્ટ એમ્બ્યુલન્સ માં લઈ જવું પડે તેમ હતું.
વધુ સમય પસાર થાય તો સગર્ભા તેમજ આવનાર બાળકનો જીવને જોખમ ઉભું થઈ શકે તેમ હતું. હોસ્પિટલ લઈ જઈને ડિલિવરી કરાય તેટલો સમય ન હોવાથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારી મેડિકલ ટેકનીશીયન રાજેશ પટેલ તેમજ પાયલેટ મંગલભાઈએ રસ્તાની સાઇડ પર એમ્બ્યુલન્સ ઊભી રાખીને એમ્બ્યુલન્સમાં જ માતાની સુરક્ષિત, સફળ પ્રસૂતિ કરાવી હતી.
માતાએ સ્વસ્થ પુત્રોને જન્મ આપ્યો હતો. પરંતુ માતા પાસે કોઈ રિપોર્ટ કે સોનોગ્રાફી નઈ હોવાથી એક બાળક ડિલિવરી થતા ફરી ચેક કરતા બીજું પણ બાળક હોવાથી બંને જુડવા બાળકોને એમ્બ્યુલન્સમાં જ 108 સેવાના સ્ટાફ રાજેશ ભાઈ એ ઇ.આર.સી.પી. ડો. શાહની ઓનલાઈન સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતાને બાળકોને સલામત રીતે જનરલ સિવિલ હોસ્પિટલ ગોધરા શિફ્ટ કર્યા હતા. હાલમાં બાળક અને માતાની તબિયત સ્થિર અને સ્વસ્થ છે એમ 108 ઈમરજન્સી સેવાના સુપર વાઇઝર મહમદ ઠાકોરએ જણાવ્યું હતું.
જ્યારે કોઈપણ ઈમરજન્સી જણાય તો તરત જ 108 પર કોલ કરવો જોઇએ. ખાસ કરીને સગર્ભા મહિલાની પ્રસૂતિ સમયે રાહ જોવાના બદલે તરત જ 108 સેવાનો સંપર્ક કરો, જેથી માતા અને બાળકો બંનેનો જીવ બચાવી શકાય. 108ની સમયસૂચકતાના કારણે આજે રૂપારેલની મહિલા અને બાળકો સુરક્ષિત છે. 108 સેવા હર હંમેશ લોકોની સહાય માટે તત્પર અને તૈયાર છે.
રિપોર્ટર :- જેની શેખ