સુરત શહેરમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનાર બે આરોપીને પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપી શહેરની ધાગાકટિંગ અને એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેમની પાસેથી 45000ની કિંમતના કુલ ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇ-FIR પરથી દાખલ થયેલા ચોકબજાર અને લસકાણા પોલીસ સ્ટેશનના કુલ બે ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.
પોલીસે વેડ રોડ પર આવેલ હરીઓમ મીલ પાસેથી બે આરોપીને ચોરી કરેલી બજાજ V15 મોટર સાઇકલ સાથે પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓની પૂછપરછમાં લસકાણા ડાયમંડનગર વિસ્તારમાંથી અન્ય બે મોટર સાઇકલ ચોરી કર્યાની કબૂલાત મળી હતી.
આરોપીઓ અને રિકવર થયેલો મુદ્દામાલ પોલીસે પકડેલા આરોપીઓમાં મેહબુબ ગુલામ મોહમદ ઉર્ફે મન્નુ શાહ (ઉં.વ.29, ધંધો: ધાગાકટિંગ) અને ચરણસિંહ ગીરીશચંદ્ર ઉર્ફે રમેશચંદ્ર ઠાકુર (ઉં.વ.21, ધંધો: એમ્બ્રોડરી)નો સમાવેશ થાય છે. બંને આરોપી મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને સુરતમાં લસકાણા વિસ્તારમાં રહેતા હતા.
આ બંને આરોપીઓ પાસેથી પોલીસે કુલ 45,000ની મત્તાના ત્રણ ચોરી કરેલાં મોટર સાઇકલ રિકવર કર્યા છે, જેમાં બજાજ V15 મોટર સાઇકલ (કિ.રૂ. 15000) જે વેડ રોડ હરીઓમ મીલ પાસેથી ચોરી થઈ હતી. (ચોકબજાર પોલીસ સ્ટેશનનો ગુનો) સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ (કિ.રૂ. 15000) જે લસકાણા ડાયમંડનગરમાંથી ચોરી થઈ હતી.
હોન્ડા લિવો મોટર સાઇકલ (કિ.રૂ. 15000) જે લસકાણા ડાયમંડનગરમાંથી આશરે નવ દિવસ પહેલાં ચોરી થઈ હતી. સુરત પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને બંને ગુનાઓને ડિટેક્ટ કરવાની સફળતા મેળવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

