અમદાવાદમાં બોપલ પોલીસે શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મમાં ચાલી રહેલી વિદેશીઓની રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂના નશામાં ધુત 13 વિદેશી નાગરિક સહિત 15 લોકોની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700થી 15 હજાર રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર પાર્ટી પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું. હાલમાં તમામના મેડિકલની કાર્યવાહી શરૂ કરાઈ છે.
તો બીજી તરફ પાર્ટી સ્થળે મીડિયા પહોંચતા ત્યાં વિદેશી યુવક-યુવતીઓ હાજર હતી, જેઓ મીડિયાને જોઈને ભાગવા લાગ્યાં હતાં. એક કારચાલકે તો મીડિયાકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કરી દરવાજો ખુલ્લો હોવા છતાં સ્પીડમાં કાર દોડાવી હતી.
પાર્ટીના પાસની કિંમત
- અર્લી બર્ડ: 700 રૂપિયા
- VIP પાસ: 2500 રૂપિયા
- ડાયમંડ ટેબલ: 5 લોકોના 15 હજાર રૂપિયા (1 બ્લેક લેબલ અને 1 મેટલ)

