*દેશી બીજ લેખ લાંબો છે પણ અગત્યનો છે.🐂🌿*
🦚
*પ્રાકૃતિક ખેતી*
(નેચરલ ફાર્મિંગ)(Natural Farming)
ખેડૂત મિત્રો ખેતીમાં *બીજ* એ જ અગત્યની પાયાની બાબત છે.બીજ સારું તો પાક સારો. પ્રાકૃતિક ખેતીમાં *દેશી બીજ* નો જ ઉપયોગ કરવો.
*બીજ ના પ્રકાર*
Nuclear Seed(ન્યુક્લીયર સીડ)
Breeder Seed(બ્રીડર સીડ)
Foundation Seed(ફાઉન્ડેશન સીડ)
Registered Seed(રજીસ્ટર્ડ સીડ)
Certified Seed(સર્ટિફાઇડ સીડ)
Labelled Seed(લેબલ્ડ સીડ)
Origin Seed( *ઓરીજીન* સીડ)
*દેશી બીજ*
— દેશી બીજ ની કોઈ જાત(વેરાઈટી) ન
હોય.
— દેશી બીજ ની શુદ્ધતા અને તંદુરસ્તી
ખૂબ સારી હોય છે.
— દેશી બીજ એ પાકનો આધાર છે,
કોઈપણ જીવ હોય એનું ગૌત્ર હોય તેમ બીજ એ પાકનું ગૌત્ર ઉપર જ આખા પાકનો આધાર હોય.
— દેશી બીજ સાઇનિંગવાળું,ટીપટોપ
કન્ડિશન કે કોટિંગ કરેલું ન હોય,જેને
દેશી ભાષામાં કહીએ તો બ્યુટી પાર્લર
ની જેમ થથેડા નો હોય.
–દેશી બીજ ના પાકથી *પાક* માં
*સ્વાદ* , *સુગંધ* અને *તંદુરસ્તી*
બક્ષે તેવા તત્વો હોય છે.
*પ્રાકૃતિક દેશી બીજ*
એ સર્ટિફાઇડ *ના* હોય,
તેમા *જાત* કે *નંબર* ના હોય,
એ બીજ *સારું* , *તંદુરસ્ત* ,
*ચોખ્ખા ડુંડા* કે *ડૂંડી* માથી *ચુંટીને* બિયારણ મેળવી,
*હાથ* દ્વારા *મશીન* દ્વારા નહીં કારણ કે દેશી બીજનુ કવચ અગત્યનું છે.*સાફ- સફાઈ* કરી,
નકામો *કચરો* અને નાની મોટી *સાઈઝ* બીજને દૂર કરી,*એકસરખું* બિયારણ ભેગું કરવું યોગ્ય ગણાય.
વિશેષમાં દેશી બીજ ની *સ્ફુરણશક્તિ* ઘણી જ સારી હોય છે.
તેમજ *તંદુરસ્ત* હોય છે.
*ઉપલબ્ધ દેશી બીજ* :-
સોના મોતી ઘઉં, બાજરી, પાલક
દેશી ચણા, કાબુલી ચણા, મગ, ધાણી રાય, અજમો અને જીરુ
*પ્રાકૃતિક દેશી બીજ* જુદા જુદા વિભાગમાંથી પસંદગી કરેલ અને મારા ફાર્મ પરથી બિયારણોનું કલેક્શન વર્ષ દરમિયાન કરેલું છે.
*નોંધ* :-
*દેશી બીજ* કે તેની *ખરીદી* વિશે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો,*વહોટ્સ અપ* કરવો. એટલે માહિતી આપી શકાશે અને ગ્રુપના બીજા મિત્રો ડિસ્ટર્બ ન થાય.
નરેન્દ્ર એલ મંડીર
બી.એસસી.(એગ્રી)
પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ,
પ્રાકૃતિક કૃષિ ફાર્મ(મોડેલ ફાર્મ)
મુ. શિહોલી મોટી,તા.જી.ગાંધીનગર.
94284 05767 / 93271 57536
