Gujarat

SP ડો. રવિ મોહન સૈનીનું શહેર-જિલ્લામાં નાઈટ પેટ્રોલિંગ

દિવાળીના તહેવાર બાદ જામનગર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ શહેર અને જિલ્લામાં રાત્રી દરમિયાન સઘન પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન મેગા કોમ્બિંગ નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ અને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ગુનાખોરી પર અંકુશ મેળવવાનો હતો.આ નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ડ્રાઇવમાં SP ડો. રવિ મોહન સૈની સાથે SOG, LCB અને A, B, C પોલીસ સ્ટેશનના PI નિકુંજ ચાવડા, પી. પી. ઝા, નિખિલ ડાભી તેમજ શહેર DYSP જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધા સહિતના અધિકારીઓ જોડાયા હતા.

વિશેષ કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમિયાન ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’, બ્લેક ફિલ્મવાળા વાહનો, ભયજનક હથિયાર સાથે મુસાફરી કરતા શખ્સો અને અગાઉ ગુનો આચરનારા આરોપીઓને ચેક કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કોમ્બિંગમાં SP ડો. રવિ મોહન સૈની ઉપરાંત SOG PI બી. એન. ચૌધરી તથા શહેર અને ગ્રામ્યના તમામ DYSP અને પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ હાજર રહ્યા હતા.