Gujarat

કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં પ્રેમ સંબંધની દાઝમાં બે જૂથ વચ્ચે

ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં પ્રેમ લગ્નની દાઝ રાખીને બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

પ્રેમ સંબંધની દાઝમાં બે જૂથ વચ્ચે મારામારી આ બનાવ અંગે પ્રથમ પક્ષે વીડિયોગ્રાફર ભાવેશ સોલંકીની ફરિયાદ નોંધાવી હતી કે, કુંભારવાડા નારી રોડ, ગીરનાર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વીડિયોગ્રાફર ભાવેશ કૌશીકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભત્રીજા અમુલકભાઈએ ત્રણ વર્ષ પહેલાં બાજુમાં રહેતા પ્રવીણભાઈની દીકરી પાયલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તા. 25 ઓકટોબર, 2025ના રોજ સાંજે 5:30 વાગ્યાની આસપાસ ભાવેશભાઈ કુંભારવાડા અક્ષરપાર્ક, વાદીલાના નાળા પાસે વિપુલની દુકાન પાસેથી શાકભાજી લેવા જતા હતા.

ગાળો દેવાની ના પાડતાં ત્રણેય શખ્સોએ મારમાર્યો તે દરમિયાન તેમના ભત્રીજાની વહુ પાયલના કાકા શંકર, નરેશ અને પાયલના મમ્મી નીતાબેનએ તેમને રસ્તામાં રોકી પ્રેમ લગ્નની દાઝ રાખી ગાળો આપવાનું શરૂ કર્યું. ભાવેશભાઈએ ગાળો દેવાની ના પાડતાં ત્રણેય ઇસમો ઉશ્કેરાઈ ગયા અને તેમને ઢીકા-પાટુ વડે માર માર્યો, જેના કારણે ભાવેશભાઈ નીચે પડી ગયા. બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતાં તેમને વધુ મારથી બચાવ્યા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી આ ત્રણેય જણાએ જતાં જતાં ‘હવે પછી જો અમારા ઘરની આજુ બાજુમાં દેખાણો તો જાનથી મારી નાખવો પડશે’ તેવી ધમકી આપી હતી. ​ભાવેશએ ઉપરોક્ત ત્રણેય ઇસમો સામે ગાળો આપી, મૂઢ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી,