ભાવનગર અને મહુવા શહેરમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ માવઠાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે આ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. દિવસભર અસહ્ય ગરમી બાદ રાત્રિ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
શહેરના તમામ વિસ્તારોમાં ભારે માવઠું વરસ્યું હતું, જેના પરિણામે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

