લુપ્ત થઈ રહેલા વન્ય પ્રાણીઓની ગેરકાયદે લે-વેચ થવાની હોવાની બાતમી દિવ્ય ભાસ્કરને મળી હતી. જેને લઈને દિવ્ય ભાસ્કર, રાજકોટ એસઓજી અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
રાજકોટ તેમજ ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખૂબ જ દુલર્ભ ગણાતા પેંગોલિન પ્રજાતિનું પ્રાણી 22 કરોડ રૂપિયામાં વેચાય તે પહેલાં જ મુક્ત કરાવી કુલ 3 શખ્સને ઝડપી લેવાયા છે અને વન વિભાગને સોંપી દેવાયા છે.

