Gujarat

સોનાની ચમક સાથે ચાંદીની ઝળહળ, 6 મહિનામાં ગોલ્ડ બાર ઈમ્પોર્ટમાં 94% અને સિલ્વર બારમાં 115%નો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં અસ્થિરતા અને તહેવારની સીઝન પહેલાંની જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં વધી રહેલી ડિમાન્ડને કારણે છેલ્લા છ મહિનામાં સોનાની આયાતમાં આશ્ચર્યજનક વધારો નોંધાયો છે.

જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 11,098 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઈમ્પોર્ટ થયા હતા, જ્યારે વર્ષ 2025ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે આ આંકડો વધીને સીધો 21,545 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો 2024ના સપ્ટેમ્બરમાં 2,528 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર ઈમ્પોર્ટ થયા હતા, જ્યારે 2025ના સપ્ટેમ્બરમાં તે વધીને 3,069 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા. એટલે કે માત્ર એક મહિનામાં જ સોનાની આયાતમાં 21.42 ટકાનો વધારો નોંધાયો હતો.