જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ નજીકના ત્રણ મહિનામાં યોજાઈ શકે છે. આ પૂર્વે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે રોટેશન મુજબ ફાળવણી જાહેર કરવામાં આવી છે.
વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની કુલ વસ્તી 5,87,350 છે. કુલ 64 બેઠકોમાંથી 32 બેઠકો મહિલાઓ માટે, 4 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 1 બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અને 17 બેઠકો પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે. આમ, કુલ 44 બેઠકો અનામત અને 20 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે.
શહેરના કુલ 16 વોર્ડમાં, દરેક વોર્ડમાં ચાર બેઠકો હોય છે. રોટેશન મુજબની ફાળવણીમાં, દરેક વોર્ડમાં બીજી બેઠક સામાન્ય મહિલા અનામત અને ચોથી બેઠક સામાન્ય વર્ગ માટે ફાળવવામાં આવી છે. જ્યારે દરેક વોર્ડમાં પ્રથમ બેઠક મહિલા અનામત અને ત્રીજી બેઠકમાં રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે. વોર્ડ નંબર 1માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત છે. વોર્ડ નંબર 2માં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે છે.
વોર્ડ નંબર 3માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે છે. વોર્ડ નંબર 4માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુસૂચિત આદિજાતિ માટે છે. વોર્ડ નંબર 5માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે છે. વોર્ડ નંબર 6માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે છે.
વોર્ડ નંબર 7માં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે છે. વોર્ડ નંબર 8માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે છે. વોર્ડ નંબર 9માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક સામાન્ય માટે છે.

