નવીદિલ્હી
૫૦મા વિજય દિવસ પર હું ભારતીય સશસ્ત્ર દળોના મુક્તિજાેદ્ધો, વિરાંગનાઓ અને બહાદુરોની મહાન વીરતા અને બલિદાનને યાદ કરું છું.સ્વર્ણિમ વિજય દિવસ’ના અવસરે અમે ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને યાદ કરીએ છીએ. ૧૯૭૧નું યુદ્ધ ભારતના સૈન્ય ઈતિહાસનો સુવર્ણ અધ્યાય છે. અમને અમારી સશસ્ત્ર દળો અને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે.- રક્ષા મંત્રી રાજનાથ સિંહઅમે સાથે મળીને દમનકારી દળો સામે લડ્યા અને હરાવ્યા. ઢાકામાં રાષ્ટ્રપતિજીની હાજરી દરેક ભારતીય માટે વિશેષ મહત્વ ધરાવે છે. મુખ્ય યુદ્ધ વિસ્તારોમાં અને વીરતા પુરસ્કાર વિજેતાઓ અને ૧૯૭૧ના યુદ્ધના નિવૃત્ત સૈનિકોના ઘેર પણ આ મશાલ લઈ જવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન, આ ચાર મશાલને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શાશ્વત જ્યોત સાથે વિલીન કરવામાં આવશે.ભારતની જીત અને બાંગ્લાદેશની રચનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગયા વર્ષે ૧૬ ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શાશ્વત જ્યોતથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી. તેમણે ચાર જ્વાળાઓ દ્વારા ચાર મશાલ પ્રગટાવી હતી અને જુદી જુદી દિશામાં મોકલી હતી. આ ચાર મશાલ સિયાચીન, કન્યાકુમારી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લોંગેવાલા, કચ્છના રણ અને અગરતલા સહિત સમગ્ર દેશમાં મોકલવામાં આવી હતી.


