Gujarat

વિકાસ પુરૂષનાં વિઝન સાથે વિરાટ પુરૂષનાં સપનાનાં અત્મનિર્ભર યુવા ભારતનું સર્જન કરવાનું એક ઉત્તમ ઇનિશિયેટીવ

વિરાટ વલ્લભભાઇ પટેલને વિઝનરી નરેન્દ્રભાઇ મોદીનાં વિકાસલક્ષી અભિગમ સાથે હાલારમાં જમીની સ્તર પર વિકાસની તાજ પોશી કરતા સૌનાં સરદાર – બેટી પઢાવ – વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા – “સ્વદેશી” સ્ટાર્ટઅપ પ્લેટફોર્મનું લોન્ચિંગ.

• “અપણા સરદાર – સૌનાં સરદાર” – “લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજ્યંતીની 150 કિલોની કેક કટિંગ સાથે અનોખી ઉજવણી
• “अब बनेगी हर बिटिया अफ्सर बिटिया” – અફસર બિટિયા 150 સ્માર્ટ સ્કૂલ સોલ્યુશનનો પ્રારંભ(IAS-IPS ફાઉન્ડે) સાથે જ દિલ્હીનાં પ્રસિદ્ધ IAS – IPS ફેકલ્ટી શ્રી ધર્મેન્દ્ર કુમારની ઉપસ્થિતિ અને માર્ગદર્શન
• “Vibrant Jamnagar & Dwarka Summit – 2026″ – જામનગર-દ્નારકાની કાયા પલટ કરતો 50,000+ કરોડનાં ગેટ-વે સમા વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઓફિશિયલ લોન્ચિંગ
• “Pitch Desk – 3.0 – ‘સ્વદેશી’ સિઝન” – માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ માદીનાં મિશન “સ્વદેશી અને સ્વંવલંબન સાથે સ્ટાર્ટઅપ”નું યુવા એન્ટરપ્રિન્યોર માટેનાં પ્લેટફોર્મનું લોન્ચિંગ.

ટીમ વિઝન ગુજરાત – 2030 દ્વારા જામનગર ખાતે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. 150માં જન્મદિવસે તમામ સમાજને એક સાથે રાખી એકતા અને અખંડીતા જેની ઓળખ છે તેવા સરદાર સાહેબની જન્મજંયતી 150 કિલોની કેક કટ કરી મનાવામાં આવી. ટીમ વિઝન ગુજરાતનાં રાજેશ ગાંધીનાં જણાવ્યા પ્રમાણે સરદાર સાહેબ માટેનો વિઝન ગુજરાતનો આ અચાનક જાગેલો પ્રેમ નથી. વિઝન ગુજરાત – 2030 દ્વારા સરદાર સાહેબનો 125મો અને 140મો જન્મદિવસ પણ 125 અને 140 કિલોની કેક સાથે પૂર્વે પણ ઉજવવામાં આવ્યો છે.

અખંડ ભારતનાં નિર્માતા અને વિરાટ પુરૂષને સ્મરણાંજલી આપવા સમયે આધુનિક ભારતનાં નિર્માતા અને વિકાસ પુરૂષ નરેન્દ્રભાઇ મોદીને ભૂલી શકાય જ નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં “બેટી પઢાવ” – “વાઇબ્રન્ટ” અને “સ્વદેશી”નાં સ્વપ્નને સાકાર કરવા આકાર તો આપવો જ રહ્યો. ટીમ વિઝન ગુજરાત – 2030 આ મિશનોને હાલાર એટલે જામનગર અને દ્વારકા માટે સાકાર કરવા પ્રયત્નશીલ છે.

દરેક ગુજરાતી અને ગુજરતામાં એક પ્રશ્ન બધે જ પુછાય છે કે “ આપણા દિકરા – દિકરીઓ IAS-IPS-IRS કેમ નથી બની શકતા?” ફક્ત સવાલ પુછવાથી નહીં ચાલે અને માટે જ વિઝન ગુજરાત – 2030 અને અફસર બિટિયા પ્રા. લી, દ્વારા “अब बनेगी हर बिटिया अफ्सर बिटिया” – અફસર બિટિયા 150 સ્માર્ટ સ્કૂલ સોલ્યુશનનો પ્રારંભ કરાયો. દિવસનાં ફક્ત પાંચ રૂપિયામાં IAS-IPS-IRS ફાઉન્ડેશન કોર્ષ અને તે પણ દિલ્હીનાં પ્રસિદ્ધ IAS – IPS ફેક્લટીસ દ્વારા ભણાવાશે. ભારતભરમાં પ્રસિદ્ધ IAS-IPS ફેકલ્ટી ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિતિ હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સહિત વિદ્યાર્થી સાથે માર્ગદર્શક ચર્ચા કરી. ધર્મેન્દ્ર કુમાર દ્વારા ખુબ સરસ વાત કહેવામાં આવી કે IAS-IPS માટે સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની નહીં પરંતુ સારા એજ્યુકેશનની જરૂર હોય. વિદ્યાર્થીકાળમાં IAS-IPS-IRSનું વાવેતર એજ ગુજરાતનાં પ્રશ્નનો જવાબ હોય શકે.

વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા – 2026 તેમજ Pitch Desk 3.0 – “સ્વદેશી” સિઝન વિશે વાત કરતા ટીમ વિઝન ગુજરાત – 2030 દ્વારા જણાવામાં આવ્યું કે જામનગર અને દ્વારકા પાસે અપાર દરિયાઈ અને જમીની સંપત્તિ છે. આદ્યાત્મિક કૃષ્ણભૂમીમાં ટુરિઝમ હોય, વિન્ડ-સોલાર એનર્જી ફાર્મ હોય, વિશ્વકક્ષાની ગ્રાસરૂટ ફેકટરીસ હોય, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝસ હોય વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હાલાર પર ઓળઘોળ છે. માનનિય વડાપ્રધાનની દિર્ધદ્રષ્ટી અને કૃષ્મભૂમીને સ્વર્ગ સમી બનાવવાની ઇચ્છા માત્ર જ પુરતી છે, હાલારનાં વિકાસનું ભવિષ્ય ભાંખવા. ટીમ વિઝન ગુજરાત – 2030 આ તકને જમીન પર ઉતારવા માટે આગામી જાન્યુઆરી 2026 માં Vibrant Jamnagar & Dwarka Business and Cultural Summit – 2026 નું આયોજન કરી રહી છે. જે મુદ્દે વિસ્તૃત રૂપરેખા આપવામાં આવેલ.

સ્ટાર્ટઅપ દ્વારા બહાર આવેલી ભારતની યુવા પેઢીની ટેલેન્ટ વિશ્વએ જોઇ અને જામનગરમાં પણ Pitch Desk 1.0 અને 2.0 ને અદ્દભૂત અને અસાધારણ સફળતા મળેલી છે. મિશન “સ્વદેશી” ને પ્રોત્સાહીત કરવા માટે “Pitch Desk – 3.0 – ‘સ્વદેશી’ સિઝન” ની ધોષણા પણ અહીંથી કરવામાં આવી. યુવા શક્તિને સ્વદેશી સિઝન માટે બેસ્ટ આઇડિયાસનાં ઇમ્પલિમેન્ટેશન માટેનાં આ પ્લેટફોર્મને લોન્ચ કરતા ટીમ વિઝન ગુજરાત – 2030 દ્વારા ફાનાશિયલ સપોર્ટની પણ જાહેરાત કરવામાં આવી.

કહી શકાય કે હાલારનાં એટલે કે જામનગર-દ્વારકાનાં સર્વાગી વિકાસની નેમ સાથે વિઝન ગુજરાત – 2030ની ટીમ ફક્ત કાગળ પર વિકાસની વાતો નહીં જમીની સ્તરે વિકાસનાં પાયા પાથરવા કટ્ટીબધ છે.