International

જાપાનમાં ઓસાકા શહેરની ઈમારતમાં ભીષણ આગ ઃ ૨૭ના મોતની આશંકા

જાપાન
પશ્ચિમ જાપાનના ઓસાકા શહેરમાં કિતાશિંચી રેલ્વે સ્ટેશન નજીકના વ્યસ્ત કારોબારી વિસ્તારમાં લાગેલી આગને અડધા કલાક પછી કાબૂમાં લેવામાં આવી હતી, એમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. ઘટના સ્થળ નજીક હાજર એક આધેડ વયની મહિલાએ જાહેર પ્રસારણકર્તા દ્ગૐદ્ભ ને જણાવ્યું કે ભારે ધુમાડો હતો. તીવ્ર ગંધ પણ હતી. ઓફિસ અને ક્લિનિકમાં હાજર ફર્નિચર અને અન્ય સાધનો બળી જવાના કારણે આવી દુર્ગંધ આવી રહી હોવાનું માનવામાં આવે છે.જાપાનના ઓસાકા શહેરમાં એક ઈમારતમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોતની આશંકા છે. જાપાની બ્રોડકાસ્ટર નિપ્પોન હોસો ક્યોકાઈએ જણાવ્યું હતું કે બજારમાં આઠ માળની ઈમારતના ચોથા કે પાંચમા માળે શુક્રવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ૨૭ લોકોના મોતની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોના હૃદય અથવા ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બિલ્ડિંગમાં લાગેલી આગ અડધા કલાકમાં કાબૂમાં આવી હતી. સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આગ જાપાનના વેપારી જિલ્લા ગણાતા ઓસાકા શહેરમાંથી શરૂ થઈ હતી. વિભાગે જણાવ્યું કે આગને કારણે ઈમારતની અંદર ૨૭ લોકોના મોતની આશંકા છે. આ આગ બિલ્ડિંગની અંદર ખૂબ જ ઝડપે ફેલાઈ હતી. જે બિલ્ડીંગમાં આગ લાગી તે આઠ માળની છે. ટીવી પર પ્રસારિત થયેલી ઘટનાની તસવીરોમાં ડઝનબંધ અગ્નિશામકો બિલ્ડીંગની અંદર અને બહાર આગ ઓલવતા દેખાય છે. બિલ્ડિંગના ચોથા માળે તૂટેલી અને કાળી પડી ગયેલી બારીઓમાંથી અંદરની ઓફિસ જાેઈ શકાય છે. આ ઓફિસ ખૂબ જ સાંકડી છે. બિલ્ડિંગના આ ફ્લોર પર એક ક્લિનિક હતું, જે લોકોને માનસિક સ્વાસ્થ્ય સેવા અને સામાન્ય તબીબી સુવિધાઓ પૂરી પાડતી હતી. ઓસાકા ફાયર ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આગમાં માર્યા ગયેલા ૨૮માંથી ૨૭ લોકોના બચવાની કો ઇ શક્યતા નથી. પીડિતોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આગ સ્થાનિક સમય અનુસાર સવારે ૧૦.૧૮ વાગ્યે બિલ્ડિંગના ચોથા માળે લાગી હતી. બપોર સુધીમાં ૭૦ ફાયર ટેન્ડર સ્થળ પર હાજર હતા.

Fire-In-Japan-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *