Gujarat

બનાસકાંઠાના મોટી ગીડાસણ ગામના વતની અને ભારતીય સેના ના વીર જવાન જીગરકુમાર ચૌધરીની શહીદ યાત્રા નીકળી

બનાસકાંઠાના મોટી ગીડાસણ ગામના વતની અને ભારતીય સેના ના વીર જવાન જીગરકુમાર ચૌધરીની શહીદ યાત્રા નીકળી

સવારે ૮ વાગ્યે છાપીથી મોટી ગીડાસન સુધી અંતિમયાત્રા નીકળી હતી. ગામથી લઈને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિના નારા ગુંજ્યા હતા. લોકો હાથમાં તિરંગો લઈને પોતાના વીરપુત્રને અંતિમ વિદાય આપવા ઉમટી પડ્યા હતા. વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું, પરંતુ ગર્વની લાગણી દરેકના હૃદયમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી.

જણાવી દઈએ કે રવિવારની રાત્રે ટ્રેનમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ દુર્ઘટનાએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સ્થાનિક લોકો, રાજકીય આગેવાનો અને અધિકારીઓએ પણ તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના આ વીર જવાનને સમગ્ર જનતા સલામ કરે છે અને તેમની વીરતા અને બલિદાનને સદાય યાદ રાખશે. મોટી ગીડાસણ ગામના તમામ લોકો શોકમય બન્યા હતા આખા ગામના લોકો હિબકે ચડ્યા હતા

અહેવાલ તસવીર: વિક્રમભાઈ પરમાર વડગામ

IMG-20251105-WA0092-0.jpg IMG-20251105-WA0093-1.jpg