Gujarat

રેલવે સુવિધાઓનો વ્યાપ, જનતા માટે આશીર્વાદ સમાન

રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.  આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.