International

એપલ કંપનીએ પોતાના કર્મચારીઓને વર્કફ્રોમ હોમની તારીખ વધારી

અમેરિકા
ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વધતી ચિંતાએ અનેક કંપનીઓની ઓફિસ ખોલવાની યોજનાઓ પર પાણી ફેરવ્યું છે. ય્ર્ર્ખ્તઙ્મીએ પોતાના કર્મચારીઓને કહ્યું કે તે કંપનીના વેક્સિનેશનના નિયમોનું પાલન નહીં કરે તો તેમની સેલેરી કપાઈ શકે છે. જ્યારે જેપી મોર્ગને વેક્સિન ન લેનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. છॅॅઙ્મી ૈંદ્ગઝ્રની ઓફિસો હાલમાં ખૂલશે નહીં. કર્મચારીઓ ઘરેથી જ કામ કરશે. કંપનીએ આ ર્નિણય કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા કેસને જાેતા લેવામાં આવ્યો છે. કંપનીએ તેના પહેલા કહ્યું કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૨થી કર્મચારીઓ ઓફિસ આવી શકશે. હવે કંપનીએ ઓફિસ ખોલવાની તારીખોને ફરીથી ટાળી છે. હાલમાં ક્યારથી ઓફિસ ફરીથી શરૂ થશે તેને લઈને કોઈ જાહેરાત કરાઈ નથી. આ સમયે કંપનીના ઘરેથી કામ કરી રહેલા કર્મચારીઓને ૧૦૦૦ ડોલર એટલે કે ૭૫ હજાર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરાઈ છે. કોરોનાના કારણે કંપનીએ આ અઠવાડિયે પોતાના ૩ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ કંપની લોકોને વારેઘડી અપીલ કરી રહી છે કે તેઓ માસ્ક વિના તેમના સ્ટોરમાં ન આવે. કંપનીના ન ખોલવાના આદેશને લઈને સીઇઓ ટીમ કૂકે એક ઈમેલ પણ કર્યો છે. તેઓએ પોતાના કર્મચારીઓને કોરોનાની વેક્સિન અને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ પણ કરી છે. ટિમ કૂકે પોતાના ઈમેલમાં કર્મચારીઓને ૧૦૦૦ ડોલરનું બોનસ આપવાની જાહેરાત પણ કરી છે. તેમના આધારે ઘરેથી કામ કરી રહેલા સ્ટાફ પોતાની જરૂરિયાતના આધારે આ રૂપિયાથી સામાન ખરીદી શકે છે. તેઓએ કહ્યું કે તેઓ સ્ટાફને ફિટ જાેવા ઇચ્છે છે. તેમના આધારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ ઓફિસ ખોલવાનો ર્નિણય લેવાશે. એપલના કર્મચારી જ્યારે ઓફિસ આવશે તો તેમની પાસે સોમવાર, મંગળવાર અને ગુરુવારે વ્યક્તિગત રીતે કામ કરવાની આશા રખાશે. તેમને તેમની ટીમના આધારે બુધવાર અને શુક્રવારે ઘરેથી કામ કરવાની મંજૂરી મળશે. કંપની વર્ક ફ્રોમ હોમ માટે એક મહિનાનો વધારાનો સમય આપશે અને સાથે ઓફિસ ખોલવાના ૪ અઠવાડિયા પહેલા કર્મચારીઓને મેલ કરાશે.

Apple-Best-Benifit-of-Corona-Schedule-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *