Gujarat

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો અનડીટેકટ લુંટનો ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનો અનડીટેકટ લુંટનો ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી આરોપી તેમજ ગુનાના કામેનો તમામ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એ.એન.પરમાર નાઓની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા આ દરમ્યાન રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર તથા તુલશીભાઇ ચુડાસમા નાઓ ને મળેલ ચોક્કસ હકીકતના આધારે લુંટનો મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કૂલ રૂ.૨,૪૬,૦૦૦ સાથે બે ઇસમોને કુવાડવા રોડ નવાગામ સાંકડા પુલની નિચેથી પકડી પાડી, રાજકોટ તાલુકા પો.સ્ટે. નો લુંટનો અનડીટેકટ ગુન્હો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) હીતેશભાઇ વાલજીભાઇ ડાભી ઉ.૨૫ રહે.અવધનો ઢાળીયો સરકારી આવાસનાં ક્વાર્ટર, બિલ્ડીંગ નં.એ, બીજા માળે રાજકોટ (૨) આશિષ હરેશભાઇ ગોહેલ ઉ.૨૮ રહે.કુવાડવા ગામ, હરીઓમ ચોક તા.જી. રાજકોટ. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૯(૪), ૩(૫), તથા જી.પી.એકટ કલમ-૧૩૫ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251121-WA0162.jpg