શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ,ના સુધીરભાઈ સેજપાલ દ્વારા ફરજ બજાવતા પોલીસ જવાનોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે 500 જેટલા ખાસ પ્રકારના ફેઇસ શિલ્ડ બનાવી આપવામાં આવ્યા
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. *_
💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના જણાવ્યા પ્રમાણે ઉનાળાના ધોમ ધખતા તડકામા બંદોબસ્તમાં રહેલ પોલીસ માટે સલામતી અને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ તેમજ પોઇન્ટ ઉપર બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી પોલીસની સલામતી માટે પૂરતા પ્રમાણમાં માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં કરવામાં આવેલ છે. તેઓશ્રી દ્વારા બંદોબસ્તમાં રહેલ જવાનોની કોરોના વાયરસ સામે સુરક્ષા અને સલામતી બાબતે આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલના સૌજન્યથી* જૂનાગઢ શહેરમાં ફરજ બજાવતા સ્ટાફને કોરોના વાયરસ સામે રક્ષણ માટે ખાસ પ્રકારના ફેઇસ શિલ્ડ બનાવી 500 જેટલા ફેઈસ શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ ફેઈસ શિલ્ડ પૈકી 200 એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, 200 બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથા 100 સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. આ ફેઈસ શીલડના કારણે બંદોબસ્ટમાં રહેલ પોલોસનું કોરાના વાયરસ સામે રક્ષણ મળશે અને તેને સેનેટાઈઝ પણ કરીને ફરીથી બંદોબસ્ત દરમિયાન ઉપયોગ કરી શકાશે. જેના દ્વારા પોલીસને બંદોબસ્ત કરવા માટે કોરોના વાયરસ સામે રક્ષણ મળશે. *જૂનાગઢ પોલીસ દ્વારા મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ, જૂનાગઢના સુધીરભાઈ સેજપાલ તથા તેમની ટીમ નો આભાર* માનવામાં આવેલ હતો.. …_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનના *બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્યની ખેવના કરી, છાંયડા તથા ઠંડા પીણાની વ્યવસ્થા સાથે ફેઈસ શિલ્ડ ની પણ વ્યવસ્થા* કરાવી, *લોકોની સુરક્ષા સાથે બંદોબસ્તમાં રહેલ પોલીસના સ્વાસ્થ્ય માટે પણ પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_
મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ