રાજકોટ રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૪/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિપકભાઈ ચૌહાણ તથા રાજેશભાઇ જળુ તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ શહેર લક્ષ્મીનગર શેરીનં.૫ ખાતેથી આરોપીના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અભિષેકસિંહ નરેન્દ્રસિહ રાઠોડ ઉ.૪૨ રહે-નાના મૌવા મે.રોડ લક્ષ્મીનગર શેરીનં.૫ રાજકોટ. ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલો કિ.૨,૭૪,૬૧૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


