Delhi

૧૯ ડિસેમ્બરે સીએફએસએલ બિલ્ડીંગનું અમિત શાહ ઉદ્‌ઘાટન કરશે

નવીદિલ્હી
ગૃહ પ્રધાન અમિત શાહ પૂણેમાં વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહ અને મુંબઈમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાના રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં પણ હાજરી આપશે. મળતા અહેવાલો પ્રમાણે ગૃહમંત્રી અહમદનગરમાં શિરડી મંદિરની મુલાકાત લેશે. અમિત શાહ શહેરમાં ૈંઝ્રજીૈં ફંક્શનમાં હાજરી આપવા ઉપરાંત લોનીમાં વિઠ્ઠલરાવ વિખે પાટિલ સાહિત્ય પુરસ્કાર એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.મળતી માહિતી અનુસાર શાહ ૧૯ ડિસેમ્બરે પુણેમાં નવી ઝ્રહ્લજીન્ બિલ્ડિંગનું ઉદ્‌ઘાટન કરશે અને દ્ગડ્ઢઇહ્લના જવાનો સાથે વાતચીત કરશે.. બાદમાં તેઓ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમાનો શિલાન્યાસ કરશે. ગૃહ પ્રધાન ૧૯ ડિસેમ્બર સાંજે પુણેમાં બીજેપી કાર્યકર્તાઓને પણ મળશે, ત્યારબાદ તેઓ પ્રખ્યાત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. આ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે દેશના વિકાસમાં સહકારીનુ મહત્વ જણાવતા કહ્યુ કે, કોઈ પણ સહકારી ક્ષેત્ર સાથે બીજા વર્ગ જેવો વ્યવહાર કરી શકાશે નહીં. સહકાર ભારતીના સાતમા રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્‌ઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, ‘હવે કોઈ પણ સહકારી સંસ્થાને બીજા વર્ગના નાગરિક ગણી શકશે નહીં અને તેની હું ખાતરી આપુ છુ.’કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૮ ડિસેમ્બરથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પુણેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની નવી ઇમારતનું ઉદ્‌ઘાટન કરશે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ સાથે વાતચીત કરશે.

Amit-Shah-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *