Gujarat

૧૦.૪ ડિગ્રી સાથે કંડલા સૌથી વધુ ઠંડુ નલિયાના તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો

આજે રાજ્યમાં ૧૦.૪ ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા સૌથી વધુ ઠંડુ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં ૧.૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો જાેવા મળ્યો છે, તો કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયમાં ગરમી અનુભવાઈ રહી છે. સતત ઠંડુ રહેતું શહેર નલિયામાં ગઈકાલે ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં છેલ્લા બે દિવસથી સતત એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો છે, જેથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.