Gujarat

તલોદમાંથી 60 ચાઈનીઝ દોરી ફીરકી સાથે એક ઝડપાયો

સાબરકાંઠા SOG ટીમે તલોદમાંથી એક યુવકને 60 ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીનું નામ સચિન લક્ષ્મણપ્રસાદ જયસ્વાલ (ઉ.વ. 20) છે, જે તલોદની ગોકુલનગર સોસાયટી, જુના બળીયાદેવ મંદિરની પાછળ રહે છે. તેની પાસેથી રૂ. 24,000ની કિંમતની 60 ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી SOG ટીમે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે કેશરપુરા ચોકડીથી ઉજડીયા જતા રોડ ઉપરથી સચિનને પકડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.