રાજકોટ અપહરણના ગુન્હાની ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટાફીકિંગ યુનીટ.
રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સહિતા કલમ-૧૩૭(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. જેમાં આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી જેઓની ઉ.૧૭ વર્ષ મહિના વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જે અંગે ગુન્હો માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હોય, જે ગુન્હાની તપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા થયેલ હતી. બાદમાં તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપતા જે ગુન્હો ડીટેકટ કરવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ પ્રયત્નશીલ હતી. આ કામે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના જીગ્નેશભાઈ મારુ તથા હરસુખભાઇ વાછાણી તથા હસમુખભાઇ બાલધા નાઓએ કરેલ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સના આધારે તપાસ કરતા ગુનાના કામના ભોગ બનનાર તથા આરોપી રાજકોટ ખાતે હોવાની માહીતી મળેલ હતી. હ્યુમન રીસોર્સના આધારે ધર્મેન્દ્ર રોડ પર વોચ રાખી સ્થાનીક દુકાનદારોની મદદ લેતા આજ રોજ તા.૩/૧૨/૨૦૨૫ ના રોજ ગુન્હાના કામના ભોગબનનાર તથા આરોપી મળી આવેલ હોય તેઓને રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે. ખાતે સોપેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

