રાજકોટ મહિન્દ્રા થાર કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર તા.૪/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ મારૂ તથા રાહુલગીરી ગૌસ્વામી નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કુવાડવા ગામ જાહેર રોડ ઉપરથી મહિન્દ્રા કંપનીની કાળા કલરની થાર કારમાંથી બીનવારસી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મહેન્દ્રા કંપનીની કાળા કલરની થાર કાર જેના રજી. નં.GJ-03-NK-3002 ની કિં.રૂા.૧૦,૦૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૨૦૪ કિ.રૂા.૨,૬૦,૪૦૦ મળી કુલ કિ.રૂા.૧૨,૬૦,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


