અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ૬ઈ૦૫૮નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે.
આ મેલ બાદ હૈદરાબાદ છ્ઝ્રએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ મળતાં જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે ૧૨ વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં ૧૮૦થી વધારે પેસેન્જર અને ૬ ક્રૂ-મેમ્બર હાજર હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે.
આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ છ્ઝ્રએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ બાદ મોહમ્મદ નામના મુસાફરની તપાસ કરતાં ૪૦ જેટલા મુસાફરનાં નામ મોહમ્મદ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તમામ મુસાફરો અને બેગનું ચેકિંગ કરાયું હતું, સાથે જ એજન્સીઓની તપાસ બાદ ફ્લાઇટને રવાના કરાઈ હતી. ધમકીભર્યા ઈ-મેલને લઈને હૈદરાબાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરશે.
૧૦ મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટ સવારે ૯:૩૫ કલાકે જેદ્દાહથી અમદાવાદ આવવાની હતી, જે એના પૂર્વ નિર્ધારિત સમય કરતાં ૧૫ મિનિટ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. સવારે ૯:૨૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચેલી ફ્લાઈટના ૧૮૦ મુસાફરને અમદાવાદ એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હતા.તમામ મુસાફરોને ૯:૪૦ સુધીમાં ટર્મિનલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ઈમિગ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે, એમ જણાવીને બેસાડવામાં આવ્યા હતા. લાંબો સમય જતાં મુસાફરે પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું હતું કે તમામ જેદ્દાહથી આવનારા મુસાફરો એક તરફ આવી જાય અને ત્યાર બાદ ઈમિગ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એમાં તમામ મુસાફરોના હેન્ડરાઇટિંગ સેમ્પલ લેવા માટે અંગ્રેજીમાં મ્ર્ંસ્મ્ ૈંજી ૐઈઇઈ અને પોતાનો સીટ નંબર લખાવવામાં આવ્યો હતો. જે લોકોને અંગ્રેજી લખતા નહોતું આવડતું તેમની પાસે પણ મ્ર્ંસ્મ્ ૈંજી ૐઈઇઈ લખાવવામાં આવ્યું હતું.અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી શાળા, સરખેજમાં આવેલી શાળા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પ્લેન ક્રેશ વખતે મ્ત્ન મેડિકલ કોલેજને થ્રેટ ઇ-મેલ દિવીજ પ્રભાકરના નામથી મળ્યા હતા. સાયબર ક્રાઈમે ઇ-મેલ મોકલનારી રેની જાેશિલ્ડા નામની આરોપી યુવતીની ચેન્નઈથી ધરપકડ કરી હતી. તેને કસ્ટડીમાં પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. તેને ઉપરોક્ત ફરિયાદો પૈકી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મૂકવાની ધમકી, પોલીસ સાથે ઝપાઝપી અને પ્લેન ક્રેશ વખતે મ્ત્ન મેડિકલ કોલેજને અપાયેલી ધમકીના કેસમાં અગાઉ તેને જામીન મળ્યા હતા.

