ગુજરાતી ફિલ્મ ‘લાલો‘ના કલાકારો ૨ ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જાેવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે ૩ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે હવે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફિલ્મના મુખ્ય કલાકારો, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.
જાે તેમનું નિવેદન યોગ્ય ન લાગે તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી શક્યતા છે. પોલીસે આ ઘટનામાં અગાઉ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે ઘટનાની જવાબદારી માત્ર મોલ મેનેજમેન્ટની નહીં, પરંતુ ફિલ્મના આયોજકોની પણ બને છે, તેવું માનીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મોલમાં હાજર રહેલા ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસે પૂછપરછ માટે તેડું મોકલ્યું છે.
પોલીસ અધિકારીઓએ આ તમામને ટેલિફોનિક જાણ કરીને તાત્કાલિક તેમના નિવેદન નોંધાવવા માટે નોટિસ આપી છે.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ફિલ્મના પ્રચાર માટે જાહેર જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી વખતે ભીડ વ્યવસ્થાપન અને સલામતીના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે, જેમાં બેદરકારી દાખવવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જાે કલાકારો, પ્રોડ્યુસર કે ડાયરેક્ટર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પોલીસને સંતોષકારક નહીં લાગે અને જાહેર કાર્યક્રમ માટે જરૂરી નિયમોના ભંગની પુરતી સાબિતી મળશે, તો તેમની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (૩ ડિસેમ્બર) યુનિવર્સિટી પોલીસનાં ઁૈં દ્વારા જણાવાયું હતું કે, આવા મોટા કાર્યક્રમો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અને ભીડ નિયંત્રણના પગલાં લેવા અનિવાર્ય છે. આયોજકોએ પૂરતી મંજૂરી મેળવી હતી કે કેમ? ભીડ કાબૂમાં લેવા માટે કેટલા સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે અંગેના સવાલોના જવાબ પોલીસે માંગ્યા છે. પોલીસના મતે, આ અફરાતફરીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જાહેર સલામતીના નિયમોનું ઉલ્લંઘન ગંભીર ગુનો છે અને આયોજકો સામે કાર્યવાહી અનિવાર્ય છે.
૨ ડિસેમ્બરને મંગળવારના ક્રિસ્ટલ મોલમાં ‘લાલો’ ફિલ્મના કલાકારોને નજીકથી જાેવા માટે લોકોની ભારે ભીડ એકઠી થતાં, પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. લોકો એકબીજા ઉપર ધસી આવતાં મોલમાં ટૂંકા સમય માટે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને આ ધક્કામુક્કીમાં મુશ્કેલી પડી હતી, જેના પગલે પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. ફિલ્મના કલાકારોને હવે પોલીસ સમક્ષ હાજર થઈને આ સમગ્ર આયોજનની રૂપરેખા અને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે.
આ ઘટના અન્ય આયોજકો માટે પણ એક દાખલો બેસાડશે કે જાહેર કાર્યક્રમોમાં સલામતીનાં બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે.ગુજરાતી ફિલ્મ ‘મિસરી‘ના રિલીઝના આગલા દિવસે એટલે કે, ૩૦ ઓક્ટોબરના રોજ ફિલ્મના સ્ટારકાસ્ટે અમદાવાદમાં રાત્રિના જાેખમી રીતે બાઈક ચલાવી સ્ટંટ કર્યા હતાં. આ મામલે ફિલ્મના સ્ટારકાસ્ટ પ્રેમ ગઢવી, ટીકુ તલસાણીયા અને જેસલ જાડેજા સામે ગુનો નોંધાયો હતો. ઝડપાયેલા ત્રણ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં સામાન્ય આરોપીઓ કરતા અલગ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આરોપીઓને પોલીસ સ્ટેશનમાં પીઆઈની ચેમ્બરમાં જ બેસાડી રખાયા. તેના વકીલ અને મિત્રો પણ સાથે રહ્યા હતા. ભોજન અને પાણી સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

