રાજકોટ મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડતી SOG ટીમ.
રાજકોટ શહેર તા.૮/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ મારામારી અને ખુન વિગેરે જેવા ગંભીર બનાવો અનડીટેકટ ન રહે તે માટે શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે સૂચના અન્વયે SOG શાખાના P.I એસ.એમ.જાડેજા ના રાહબરી હેઠળ વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમા હતા તે દરમિયાન રાજેશભાઈ બાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા અનોપસિંહ ઝાલા નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી હકિકત આધારે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી હસ્તગત કરી થોરાળા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે. યોગેશભાઈ બાબુભાઈ માવલા ઉ.૩૦ રહે.ભગવતીપરા રાજકોટ. BNS કલમ-૧૦૩(૧), ૧૧૮(૧) તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ, આ કામના ફરીયાદીની મરણજનાર બહેનને આ કામના આરોપી તેનો પતિ હેરાન પરેશાન કરતો હોય જેથી મરણજનાર તેના ઘરેથી જતા રહેતા જે વાતનો ખાર રાખી આ કામના આરોપીએ મરણજનાર બહેનને છરી વતી શરીરે આડેધડ ઘા મારી મોત નીપજાવી તથા સાહેદ બીપીનભાઇ રણછોડભાઈ પીઠવા છોડાવવા વચ્ચે પડતા જેને આરોપીએ ડાબા હાથમાં એક ઘા મારી ઇજા કરી, પોલીસ કમિશનર રાજકોટ શહેરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત કબ્જે કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


